મમ્મીએ આજે એલાન કરી દીધું. કોઈ બહુ પાણી ઢોળશો નહીં, પાણી ખલાસ થવા આવ્યું છે ,લાઈટો પણ નથી એટલે આજે આપણો વારો હોવા છતાં પાણી આવશે કે નહીં એ ખબર નથી.આ અમારા ગામની દરેક ઘરની વ્યથા છે. અમારું ગામ ટેકરા ઉપર આવેલું છે. પાછળ ઢાળ ઉતરીને નદી પણ છે. પરંતુ નદી આખા વર્ષ દરમિયાન સૂકી ભઠ્ઠ જ જોવા મળે, અને ઢાળ હોવાથી ચોમાસા પછી પાણી હોય ત્યારે પણ પાણી ભરીને લાવવાનું ખૂબ અઘરું લાગતું હતું. એટલે જ્યારે જ્યારે નદીમાં પાણી હોય ત્યારે કપડાં ધોવા અને વાસણ ઘસવા ગામના લોકો જતા હતા.ગામના દરેક ફળિયામાં ત્રણ ચાર દિવસે એક વાર પાણી આવે