ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 23

  • 2.4k
  • 1.4k

મેં આવતાની સાથે જે બકવાસ કરવા માંડ્યો હતો તેનો હેતુ એ હતો કે કમલેશ મહેતા ગુસ્સે ભરાઈને કાઢી મૂકે.પણ એ તો મારી હાસ્યવૃત્તિથી પ્રભાવિત થઈ ગયા!પ્રથમ દાવ ઉલટો પડ્યો પણ મેં એ જ વ્યૂહરચના ચાલુ રાખવાનું નક્કી કર્યું."તો તું પણ આભાની જ કૉલેજમાં ભણે છે?""નહીં તો! આવું તમને કોણ કહી ગયું?અફવા પર વિશ્વાસ કરશો નહિ અને અફવા ફેલાવશો નહી!"કમલેશ મહેતાએ આશ્ચર્યથી આભા સામે જોયું,"આ શું કહે છે?"આભા સહેજ અકળાઈને બોલી,"આવું કેમ બોલે છે? આપણે એક કૉલેજમાં તો છીએ!""તો તેની હું ક્યાં ના પાડું છું.મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હું તારી જ કોલેજમાં ભણું છું ને.તો એ સવાલનો જવાબ છે