ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 22

  • 2.4k
  • 1.4k

આભાએ જે ધડાકો કર્યો હતો તેનાથી હું હચમચી ગયો."એટલે? તું શું કહેવા માંગે છે?"આભા સંયત સ્વરમાં બોલી,"અરે કહ્યું તો ખરું! એમને આ વાતની જાણ છે કે હું કોઈ છોકરા સાથે મૂવી જોવા ગઈ હતી.""પછી?""પછી એમણે પૂછ્યું કે હું તારી બાબતમાં કેટલી ગંભીર છું.એટલે મેં કહી દીધું કે હું તને પ્રેમ કરું છું.""શું?? અરે મરાવી નાખ્યો!એવું ન કહી દેવાય કે આપણે ફક્ત મિત્રો છીએ?""ન કહેવાય.એનું કારણ એ છે કે પપ્પાના કાન કોણે ભર્યા છે અને શું કહું છે.જોકે મને ખાત્રી છે કે આની પાછળ શીલા અથવા ઈશાન જ હશે.છતાં પણ,તેમની જાણકારી માં કેટલી હકીકત છે એ જાણ્યા વગર પપ્પાને આપણે મિત્રો