ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 20

  • 2.4k
  • 1.2k

મને એ જાણવાની તીવ્ર ઈચ્છા હતી કે મને અને સ્વપ્ન સુંદરીને થિયેટરમાં જોઈને શીલાએ શું પ્રતિભાવ આપ્યો હતો. એટલા માટે જ હું ફર્સ્ટ યરના ક્લાસ તરફ જઈ રહ્યો હતો.પણ એટલું મહેનત કરવાની મારે જરૂર ન પડી કારણ કે રસ્તામાં જ મારો ઈશાન સાથે ભેટો થઈ ગયો.મેં ધ્યાનપૂર્વક ઈશાન સામે જોયું. કબુલ કરતા મારુ દિલ રડતું હતું પણ એ હેન્ડસમ યુવાન તો હતો જ.ગૌર વર્ણ,પહોળા ખભા,લેટેસ્ટ હેરસ્ટાઇલ વાળા જેલ કરેલા વાળ, સ્નાયુબદ્ધ શરીર, સાથે તે કોઈ પણ છોકરી ના મનમાં વસી જાય તેમ હતો.ઈશન મને જોઈને મલકયો. સાલાને ગાલમાં ડિમ્પલ પણ પડતા હતા! હે ભગવાન!"તો તું છે પ્રવીણ મહેતા."ઈશાને ફરીથી પૂછ્યું."હા