ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 19

  • 2.4k
  • 1.1k

બીજા દિવસે હું કોલેજ જવા નીકળ્યો હતો ત્યારે મારા મનમાં મિશ્ર લાગણીઓ હતી. સ્વપ્નસુંદરી સાથે મુવી જોવાનો અનુભવ કંઈક અલગ જ હતો પણ મને એ બીક હતી કે હવે મારી સ્વપ્નસુંદરી સાથે વધુ મુલાકાત કદાચ નહીં થાય. શીલા એ અમને બંનેને જોઈ લીધા હતા અને જો તે એવું સમજી બેસી હોય કે અમારા વચ્ચે સંબંધ છે તો પછી તો મામલો જ ખતમ થઈ જતો હતો. ઈશાનથી પીછો છૂટી ગયા પછી આ નાટક ચાલુ રાખવાનો સ્વપ્નસુંદરી પાસે કોઈ કારણ ન હતું. હા સ્વપ્નસુંદરીએ એવું કહ્યું તો હતું કે અમે મિત્ર રહીશું. પછી શું મને મિત્રતા કબૂલ હતી?ખેર! આ બધી બાબતોની ચિંતા