ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 18

  • 2.7k
  • 1.5k

મૂવીનું ઇન્ટરવલ પડ્યું ત્યાં સુધી તો શીલાએ અમારા ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું ન હતું.મને એક આશા હતી કે ઇન્ટરવલમાં લાઈટો થાય ત્યારે શીલાનું ધ્યાન અમારા પર પડી શકે છે. પણ અમારા દુર્ભાગ્યે એવું ન થયું. ઇન્ટરવલ પડ્યો કે તરત જ શીલા તેના બોયફ્રેન્ડ સાથે બહાર નીકળી ગઈ અને અમારી વિરુદ્ધ દિશામાં આગળ વધી."હવે શું કરીએ?"મેં સ્વપ્નસુંદરીને પૂછ્યું.સ્વપ્નસુંદરી વિચારમગ્ન હતી."મારી પાસે એક ઉપાય છે." થોડી વાર પછી એ બોલી.ત્યાં ઇન્ટરવલનો અંત થયો. મુવી પાછું ચાલુ થઈ ગયું પણ શીલા અને તેનો બોયફ્રેન્ડ હજી સુધી પાછા આવ્યા ન હતા.સ્વપ્નસુંદરી ધીરેથી બોલી,"જો હવે છેલ્લો ઉપાય હું અજમાવી રહી છું. મારા મોબાઈલની રીંગટોન