ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 16

  • 2.4k
  • 1.5k

મને ઘરે વહેલા પહોંચેલો જોઈને પરિવારને સહેજ આશ્ચર્ય તો થયું પણ માથું દુખે છે તેમ કહીને મેં લોકોને મનાવી લીધા.હવે તો ફક્ત સાંજની રાહ જોવાની હતી. આજે મને એવું લાગી રહ્યું હતું કે સમય બહુ ધીરે જઈ રહ્યો છે.સમય સાપેક્ષ હોય છે તે આજે મને સત્ય લાગી રહ્યું હતું.ખેર! સમયની આદત છે કે તે વીતી જાય છે! અંતે સાંજના સાત પણ વાગી ગયા. હું ફટાફટ તૈયાર થઈ ગયો અને બહાર જવા માટે તૈયારી કરવા માંડ્યો."ક્યાં જાય છે?" પિતાજીએ પૂછ્યું."આજે લેક્ચર નહોતા ભર્યા એટલા માટે નોટ્સ લેવા માટે નીરવના ઘરે જઉં છું." હું બોલ્યો.પિતાજી આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા."આ તો શું