(૬૪) કોલ્યારી ગામમાં યુધ્ધની તૈયારી માટે જ્યારે મંત્રાણા ચાલતી હતી ત્યારે મહારાણાજીએ કેવળ વિજયની અપેક્ષાએજ વ્યૂહની ગોઠવણ કરી ન હતી. તેઓ જાણતા હતા કે, હલદીઘાટીના યુદ્ધ પછી પણ સંઘર્ષની લાંબી પરંપરા ચાલવાની છે. જે હારશે તે સંઘર્ષ માટે તૈયારી કરશેજ. કદાચ હલદીઘાટીના જંગમાં મેવાડી સેનાને પીછેહઠ કરવી પડે તો ? જોકે આ વિચારને શરૂઆતમાં હસી કાઢવામાં આવ્યો હતો. પરંતુ મહારાણાએ જ્યારે એની સમજાવી ત્યારે ભીલ સરદાર પૂંજાજી બોલી ઉઠ્યો. “મહારાણાજી, ગોગુન્દા પાછા ફરવાનો સવાલ ઉઠતો જ નથી. કારણ કે મોગલસેના ગોગુન્દા તરફ જવા રવાના થશે. આવા સમયે અરવલ્લી પહાડીની ગોદમાં મારા વતનના ગામ પાનખાથી થોડે દૂર કોલ્યારી ગામ