ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 62

  • 1.9k
  • 1.1k

(૬૨) હલદીઘાટીનું યુદ્ધ             હલદીઘાટી અને ખમણોરની વચ્ચે ઉંચી, નીચી જગ્યાએ યુદ્ધ શરૂ થયું. એનો એક છેડો બનાસનદીના કિનારે પહોંચતો હતો. આ ભૂમિ કઠોર, દુર્ગમ, પથરાળી, કાંટાળી ઝાડીથી વીંટળાયેલી છે. બંને સેનાની આગલી હરોળની સાઠમારી અહીં થઈ. બાકીનું યુદ્ધ ખમણોરની દક્ષિણ-પશ્ચિમે આવેલા મેદાનમાં થયું. રાજા માનસિંહ મેદાની યુદ્ધ ઇચ્છતા હતા જ્યારે મહારાણા પ્રતાપ મોગલસેનાને પર્વતીય ખીણમાં યુદ્ધ આપવા માંગતા હતા. હાય વિધાતા! રણઘેલાં મેવાડી રાજપૂતો મહારાણાની એ વ્યૂહરચનાને સમજી શક્યા નહીં. ઉતાવળા બન્યા. યુદ્ધ મેદાનમાં અપાયું. યુદ્ધની દ્રષ્ટિએ સમૃદ્ધ, સુરક્ષિત અને સુવિધાજનક લોહસિંગ લોખંડ જેવી મજબૂતી ધરાવે છે. આ સ્થળની કરેલી પસંદગી મહારાણાજીજી અને તેમના