સપ્ત-કોણ...? - 3

  • 2.9k
  • 1
  • 1.9k

ભાગ - ૩"હેલો.... હેલો.... ધ્યાનથી સાંભળો. બંને ગાડીઓ અહીંથી માનગઢ જવા નીકળી ગઈ છે પણ એ ત્યાં સુધી ન પહોંચે એ જોવાનું કામ હવે તમારું....." હવેલીમાંથી કરાયેલા ફોન પર બોલાયેલા શબ્દો સાંભળી સંતુના પગ દરવાજે જ ખોડાઈ ગઈ..સંતુએ પાછા વળી એ દરવાજાની તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ ઓરડામાં પ્રકાશ ખુબ ઝાંખો હતો અને બારીએ પડદા લાગેલા હોવાથી સ્પષ્ટ દેખાતું નહોતું. એણે અવાજ ઓળખવાનો પણ પ્રયત્ન કરી જોયો પણ એ પારખી ન શકી એટલે જીવાને વાત કરવા માટે એ ફરી બહાર લોનમાં ગઈ જ્યાં જીવો છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો પણ જીવો ત્યાંય એને ન દેખાયો એટલે એ હવેલીમાં પાછી