મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 5

  • 3.4k
  • 2.2k

પ્રકરણ ૫પરમ બહારની સખત દોડધામમાં હતો. કોઈ પોલીસ કાર્યવાહી ન થાય, કોઈ પણ રિપોર્ટરને ગંધ ન આવે એ બધી સાવચેતી રાખવા બહારની દુનિયામાં નોર્મલ રહેવું બહુ જરૂરી હતું. એને ક્યાંક વાંચેલું યાદ આવી ગયું, "ચહેરા પર ચહેરો ચડાવી નિભાવતાં કિરદાર,જાણે કલાકાર સૌ રંગમંચના!" બસ દુનિયામાં બીજાઓની જેમ એ પણ એક કિરદાર નિભાવતો થઈ ગયો. કંઈક નવું કરવું, સ્પેશિયલ બનવું એવી બધી ઈચ્છાઓ હાલ પૂરતી ક્યાંક અટવાઈ ગઈ હતી. ઘરમાં બેલ વગાડતાં જ એની ચકલી સોનુ દોડતી આવી, " પપ્પા….મારા પપ્પા આવ્યા…" બોલતી જ પરમને વીંટળાઈ ગઈ. પરમે હાથમાંથી એને માટે લાવેલાં ફ્રૂટ્સ બાજુએ મૂકી એને ઉંચકી લીધી અને માથુ ચૂમી