પ્રણય પરિણય - ભાગ 59

(29)
  • 4.5k
  • 4
  • 2.9k

પ્રણય પરિણય ભાગ ૫૯ બધાં કાવ્યાને સુખરૂપ જોઈને ખૂબ ખુશ હતા. ઘરના બધા એને મળવા હોસ્પિટલમાં આવ્યા હતાં. બસ એક ગઝલ નહોતી આવી. વિવાનની નજર એને શોધતી હતી. એ વાત દાદીના ધ્યાનમાં આવી. બધા કાવ્યા સાથે વાતોમાં ગૂંથાયેલા હતાં ત્યારે દાદી વિવાનને લઇને બહાર આવ્યાં.'શું થયું દાદી?' વિવાને પૂછ્યું.' 'વહુને શોધી રહ્યો છે?''હાં, એ કેમ નથી આવી?' વિવાનના અવાજમાં થોડી નિરાશા હતી.'એ પિયર ગઈ છે. કાલે સવારે અમે હોસ્પિટલમાં આવ્યા ત્યાર પછી એ પિયર ગઈ.'વિવાન ચમકીને દાદી સામે જોઈ રહ્યો.'એ પિયર જવાની છે એવું મને તો તેણે કહ્યું નહોતું.' વિવાન બોલ્યો.'અમને કોઈને પણ કશું કહ્યું નથી. અમે કાલે ઘરે ગયા