ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 60

  • 1.9k
  • 1
  • 946

(૬૦) કુંવર શક્તિસિંહ અને મોહિનીદેવી યુદ્ધ થશે. મારી મુરાદ પૂરી થશે.            મોગલસેના પડાવ નાંખીને પડી હતી. રાજા માનસિંહ ઇચ્છતા હતા કે, મેવાડી સેના હલ્દીઘાટીના મેદાનમાં આવે તો યુદ્ધ શરૂ કરીએ જ્યારે મહારાણા પ્રતાપ ઇચ્છતા હતા કે, રાજા માનસિંહ બેહસિંગના સાંકડા માર્ગમાં મોગલ સેનાને દોરીને આગળ વધે એટલે વીજળીની ગતિથી આક્રમણ કરીને ખાઅત્મા બોલાવી દઉં. આમને આમ ત્રણ ત્રણ દિવસ પસાર થઈ ગયા. બંને પોતાની વ્યૂહરચના ગોઠવીને બેઠા હતા. સાણસો બરાબરનો ગોઠવાયો હતો. શિકાર આવે એટલે દબાવી લેવાની જ વાર હતી. મહારાણા પ્રતાપ ગેરીલા યુદ્ધ કરીને, દુનિયાને બતાવી આપવા માંગતા હતા કે, ઓછી સેના વડે પણ