ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 58 અને 59

  • 1.5k
  • 860

(૫૮) મેવાડ પ્રતિ પ્રયાણ   મોગલસેના અજમેરથી  માંડલગઢ આવી પહોંચી. હજુ રાજા માનસિંહે સંધિની આશા છોડી ન હતી. મહારાણા પ્રતાપ સિંહ પણ દુર્ગમ કુંભલમેરના કિલ્લામાંથી નીકળી ગોગુન્દા આવ્યા. નવી રાજધાની ઉદયપુર બંધાઇ રહ્યું હતું. એના સરોવરો, એના મહેલો વગેરેનું નિર્માણ કાર્ય ચાલતું હતું. સોળ વર્ષ થવા આવ્યા હતા છતાં હજુ એ નિર્માણ થઈ રહ્યું હતું. મહારાણાએ ગોગુન્દામાં યુદ્ધ અંગે ચર્ચા વિચારણા કરી. મહારાણાનો વિચાર તો હતો કે, વાયુવેગથી માંડલગઢ જઈને રાજા માનસિંહને યુદ્ધ આપવું. પણ બધાં સરદારોએ પ્રાર્થના કરી કે, કુંવર માનસિંહ માત્ર પોતાની તાકાતથી જ નથી લડવા આવ્યા. વાછરડો જેમ ખીલે કુદે તેમ મોગલસેનાના જોરે હુંકાર કરે છે. આપણે