ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 57

  • 1.9k
  • 1
  • 846

મેવાડ અભિયાનના સેનાપતિ અકબરશાહે પોતાના રાજ્ય અમલની શરૂઆતમ જ અજમેર જીતી લીધું હતું. અજમેર શહેર વિશ્વભરમા ખ્વાજા મોહીયુદીન ચિશ્તીની દરગાહ માટે જાણીતું હતું. એ દરગાહ ચમત્કારી છે. અકબરને ખ્વાજા સાહેબની દરગાહ પર અપાર શ્રદ્ધા હતી. શ્રી ગરીબ નવાઝ ખ્વાજા સાહેબ, ચેશ્તી પર્શિયન હતા. તેઓ ઇ.સ. ૧૨૩૩ ના વર્ષમાં ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. શાહજાદા સલીમના જન્મ પછી તો બાદશાહની શ્રદ્ધામાં વધારો થયો હતો. અકબર હવે હિંદુઓને કાફિર સમજતો ન હતો. હિંદુઓના મંદિરો પ્રત્યે એને દ્વેશભાવ ન હતો. મારા શાસનમાં કોઇ મંદિર જમીનદોસ્ત ન થાય. કોઇ દેવમૂર્તિ ભાંગે નહિ એવી તેની ભાવના હતી. તે સફેદ પાઘડી પણ કોઇ કોઇ વાર