ધૂલો તો હરખપદૂડો (DTH) - 25

  • 1.2k
  • 572

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૫ - સિલ્વર જ્યુબિલી મણકો.આપણે જોયું કે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે અમિત માટે એમની જ્ઞાતિની કુંવારી કન્યાઓ વિશે તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મીને સોંપી હતી. જોકે રસિલાબેન બે છોકરીઓને તો એ પહેલાંથી ઓળખતાં હતાં એટલે એમને જાણ હતી કે અહીં કામ નહીં થાય. પણ ત્રીજી સુષમા, જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એને બિઝનેસના કામના બહાના હેઠળ એમણે અમિત સાથે લગ્નોત્સુક મિટિંગ ગોઠવી દીધી હતી. આમ એક પાર્ટી લગ્નોત્સુક મિટિંગ સમજીને તો બીજી બિઝનેસ મિટિંગ સમજીને વાત કરી રહી હતી. એમાંથી જ સર્જાઈ રહ્યાં હતાં જબરજસ્ત ગડબડ ગોટાળા. હવે આગળ...જે પ્રમાણે વાતો ચાલી રહી હતી