હાસ્ય લહરી - ૯૯

  • 3.3k
  • 1.1k

ફાગણ તારી ફોરમ ફટકેલી ..!   માંગણ-ડાકણ-સાપણ જેવાંશબ્દો ભલે નાકનો નકશો બદલે, બાકી ફાગણ એના જેવો લાગે ખરો, પણ ગુનોતારમાં ઉંચો..! બીવડાવવા કરતાં હસાવવામાં માહિર..! મને ગમે બહુ. ફાગણ આવે ને કેસુડાં ખીલે એમ હાસ્ય પણ ખીલવા માંડે. હસવા-હસાવવાનો મોકળો મહિનો એટલે ફાગણ..! બાર મહિનામાં આ એક જ મહિનો એવો કે, કોઈની પણ હળી કરવી હોય તો થાય. વટથી કહેવાય કે, ગુસ્સા મત કર... હોલી હૈ..! જુઓ ને હું પણ ફાગણની હળી જ કરું છું ને..? ફાગણ બેસે ને બરડામાં બરફ ભરાણો હોય એમ, ઠંડા ઠંડા કુલ કુલ થવાય. ગુદગુદી થવા માંડે. હાસ્યને પ્રગટાવવા માચીસની જરૂર નહિ, પિચકારી મારો એટલે