હાસ્ય લહરી - ૯૫

  • 2.5k
  • 908

ગુસ્સા મત કરના હોલી હૈ..!   ઢોલ પિચકારી ને મસ્તીમાં ‘રંગ બરસે ભીગી ચુનરિયા’ ની તાન એક જ વાર છૂટવી જોઈએ, એટલે સુકા બાવળમાં પણ કૂપણ ફૂટવા માંડે. હોળી-ધૂળેટીનો એ પ્રભાવ છે. અમિતાભની માફક રતનજીનો અમથો પણ ટાંગ ઉલાળતો થઇ જાય. ધૂનમાં તાકાત જ એવી કે, સાંભળે એટલે મગજના તાળાં ઉઘડી જાય. હૈયા અને હોઠેથી ઉર્જા-યૌવનનો પ્રસવ થવા માંડે. ઊંટના હોઠ જેવું લબડેલું મોંઢું ઝગારા મારતું થઇ જાય. હોળી આવે એટલે, રાધારાણી યાદ આવે, કનૈયો યાદ આવે, નંદગાંવ યાદ આવે, બરસાનાની હોળી અને વ્રજ યાદ આવવા માંડે. વ્રજ એટલે રસરાજ શ્રી કૃષ્ણ અને રાધારાણીની લીલા-ભૂમિ..! હાસ્ય-વ્યંગના લોકગીતો ગાતા-ગાતા, રંગ રસિયાઓ