હાસ્ય લહરી - ૯૪

  • 2.8k
  • 946

દયાની દેવી ખુરશીદેવી..!   જિંદગી જીનેકી ચીજ હૈ હમે જીના નહિ આતા નશા તો હર ચીજમેં હૈ હમે પીના નહિ આતા ખુરશીમાંથી ‘ર’ કાઢી લો, તો ખુશી જોવા મળે. બાકી ખુરશીની વેદના પણ ભારેલા અગ્ઓનિ જેવી હોય..! દેશ વિદેશના અનેક સત્તાધીશોએ ખુરશી ઘસી નાંખી હશે, છતાં વિશ્વ ‘ખુરશી-દિન’ જેવું ચલણ લાવીને એકય નેતાએ ખુરશીનું ગૌરવ વધાર્યું હોય એવું બન્યું નથી. બિચારીના નસીબ..! રતનજી કહે એમ, ખુરશીની હાલત વાઈફ જેવી છે. સંસારના ધોરીનારગ જેવી, 'પોતાની' વાઈફની કદર કરે એવો બનાવ સાંભળવામાં નથી. ખુરશીનો ઘરાનો કંઈ નાનો નથી. એના ઉપર કોઈ બેસે તો જ તૂટે એવી તકલાદી કે તકવાદી પણ નથી. રાજકારણીની