હાસ્ય લહરી - ૯૨

  • 2.8k
  • 1.1k

ખુશી ખુમારી ખુરશી ને ખુદ્દારી કોઈપણ ક્ષેત્રની ચૂંટણીના જ્યારે ગર્ભાધાન થવા માંડે, ત્યારે નિર્જીવ ખુરશીને પણ તાવની વાયરલ અસર થવા માંડે. મતનો કયો માણીગર ખુરશીનો ધણી બનશે, એનો દુ:ખાવો તો ઉપડે જ ને મામૂ? ખુરશી પણ જીવંત છે. એની કુંડળીમાં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવું સત્વ છુપાયેલું છે. જેનામાં ખુશી હોય, ખુમારી હોય, ને ખુદ્દારી હોય તો, ખુરશી પણ ભગવાન છે. ખુરશી ભલે લાકડાની કહેવાય, પણ એ લાકડા સાથે કેવું માંકડું જોડાવાનું છે, એ તો ભવિષ્યવેત્તા પણ બતાવી શકે નહિ. મઝેનું માંકડું જોડાયું તો ખુરશી સિંહાસન બની જાય. ને રતનજોગીયું જોડાયું તો, દ દુશાસન પણ બની જાય..! રતનજીનું ‘ઓલ્ડર’