‘રામાયણ’ સીરીયલનો પણ એક સમય હતો. અને ‘તારક મહેતાના ઊંધા ચશ્માં‘ એ પણ એક સમય છે. જોનારના ચશ્માના નંબર વધી ગયા, તો પણ ઊંધાં ચશ્માંવાળી સીરિયલે દમદમો જાળવી રાખ્યો. કારણ કે, એમાં કકળાટ નથી, ખડખડાટ છે. બધું ફાવે પણ કકળાટ નહિ ફાવે..! મામલો ત્યારે જ બગડે કે, નજર સ્થાન ભ્રષ્ટ થાય..! ચશ્માં ઊંધા હોય, ચતા હોય કે કાચ વગરના હોય, કોઈ ફરક નહિ પડે, પણ માણસ ઉંધો થવો ના જોઈએ. જે સમયે જે મળે તે ચલાવી લેવાનું. મોરલા ગમે એટલાં રૂપાળા હોય પણ સમડીની માફક આકાશી ઉડાન હરગીઝ નહિ કરી શકે. ફાટે ત્યાં સાંધણ કરીને જે જીવી જાય, એનો રૂપિયો