ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૪આપણે જોયું કે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે નજર એમની જ્ઞાતિ તરફ દોડાવી. એમણે સાત વિવાહ યોગ્ય છોકરીઓમાંથી, જેમાં ત્રણ કુંવારી હતી એમના વિશે તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મી રસિલાબેનને સોંપી હતી. જોકે પહેલી બે છોકરીઓને તો એ ઓળખતાં જ હતાં એટલે એમને જાણ હતી કે અહીં કામ નહીં થાય. પણ ત્રીજી, સુષમા જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એને બિઝનેસના કામના બહાના હેઠળ બોલાવી એમણે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી દીધી હતી. હવે આગળ...રસિલાબેન સુષમાને કામના બહાને ઘરે બોલાવી લગ્ન જીવન અને એના ફાયદા વગેરે સમજાવવા લાગ્યાં ત્યારે એને પણ ખ્યાલ આવી ગયો કે આ ડોકરી એને