શમણાંની શોધમાં - પ્રકરણ 39

(53)
  • 3.3k
  • 2
  • 1.6k

          દેવલી માંડ તીસ હજારની વસ્તી ધરાવતું ગામ રાજસ્થાન જેવા વસ્તી ગીચતા વગરના રાજ્યના લોકો માટે શહેર ગણી શકાય. ટોંક જીલ્લાનું એ નાનકડું નગર કોટાથી 85 કિમી દુર છે. અન્ય રાજ્યના લોકો તો ઠીક પણ રાજસ્થાનના લોકો પણ દેવલીનું નામ માત્ર બે બાબતોના કારણે જાણતા થયેલ છે - એક રસ્કિન બોન્ડની વાર્તા ‘ટ્રેન ટુ દેવલી’ અને બીજું સી.આઈ.એસ.એફ.નું ટ્રેનીગ સેન્ટર.           અહીની નિવાસી સ્કુલમાં સી.આઈ.એસ.એફ. ટ્રેનીંગ સેન્ટરના અધિકારીઓના નાના બાળકો માટે ખાસ ઈંગ્લીશ મીડીયમનો પ્રાયમરી વિભાગ ચાલે છે. પોતાના બાળકોને ઈંગ્લીશ મીડીયમમાં ભણવવાનો મોહ રાખતા ગામના કેટલાક વાલીઓ માટે તો આ સુવિધા