હાસ્ય લહરી - ૮૯

  • 2.3k
  • 898

હસીએ તો સૌને ગમીએ..! ઋષિમંતોએ આમ તો સતયુગ-ત્રેતાયુગ-દ્રાપરયુગ- અને કળિયુગ એમ ચાર જ યુગની જાણકારી આપેલી છે. પણ ફૂલફટાક બનીને પાંચમો યુગ તેઓની હયાતી બાદ હમણાં હમણાં અસ્તિત્વમાં આવ્યો છે. જેને કહેવાય ડીજીટલ યુગ..! ઋષિમંતો ભલે ભારતના કહેવાયા, પણ વાઈબ્રેશન ચાઈનામાં ઝીલાયા હોય એમ, નકલમાં પાવરધી એ પ્રજાએ ડીજીટલ ડીવાઈસ એવાં બનાવ્યા કે, ઠેર ઠેર ડીજીટલ યુગના ઝંડા ફરકતા થઇ ગયા. ડીજીટલ મા-બાપ નથી મળતા એટલું જ, બાકી જેમાં હાથ નાંખો એટલે ડીજીટલની કરામત જોવા મળે. દુધમાં દહીં ઝમાવવા ખટાશનું મિશ્રણ કરવું પડે એમ, ઉપરના ચારેય યુગનું થોડું થોડું મોરવણ ઉમેરાયું હોય એમ, વિશ્વ આજે ડીજીટલ ધરી ઉપર ફરી રહ્યું