હાસ્ય લહરી - ૮૮

  • 2.4k
  • 994

મૌજ આવે ત્યાં મ્હાલો, તો જગતને લાગે વ્હાલો..!   ભગવાને આપેલો શ્રાપ કહો કે વરદાન કહો. એક ઉપર એક ફ્રીની માફક મને એક જ જનમમાં બે અવતાર મળેલા હોય એવું લાગ્યા કરે છે. કારણ કે, હું માણસ પણ છું, ને એક હાસ્ય કલાકાર પણ છું. કારણ કે મારો કાર્યક્રમ હોય ત્યારે, મારી ઓળખ લોકો હાસ્ય કલાકાર તરીકે જ વધારે આપે. જે મેં મારા કાનોકાન સાંભળ્યું છે, ને આંખો-આંખ જોયું છે..! ભગવાનનો જ એમાં હાથ હોય શકે. કારણ કે, દીનાનાથની ગણતરી કદાચ એવી પણ હોય કે, માણસ બનીને લોકોને રડાવવાના ધંધે વળે ને, ‘માણહ’ તરીકે ફેઈલ જાય, તો હાસ્ય કલાકારના નાતે