હાસ્ય લહરી - ૮૭

  • 2.8k
  • 940

મૂછ હો તો નથ્થુલાલ જૈસી...!   મોંઢાની ‘પ્રીમાઈસીસ’ માં દાઢી-મૂછ રાખવી-વધારવી કે સફાચટ રાખવી એ સૌ સૌની મરજી અને પોતાના ખેલની વાત છે. મૂછ રાખવી તો કેવી રાખવી, કેટલી લાંબી રાખવી, ને દાઢી રાખવી હોય તો, સાવરણી જેવી રાખવી કે ‘સેવિંગ-બ્રશ’ ના જેવી રાખવી વગેરે નિર્ણયો લેવાના અધિકાર પોત-પોતાના છે..! ફલાણાએ દાઢી મૂછ કેમ નથી રાખી, એ માટે FIR નહિ નોંધાવાય..! કોઈને દાઢી કે મૂછ ફણગા કાઢતી જ નહિ હોય તો એના માટે બાધા-આખડી નહિ રખાય..! કુદરતની મરજી, એ માણસને પણ દાઢી-મૂછ આપે, ને વધારે પડતાં દયાવાન થઇ જાય તો સ્ત્રીને પણ આપે..! કુદરતની સામે ડખા કે દંગલ નહિ કરાય..!