દશમો રસ એટલે કેરીનો રસ..! કેરીનો સ્વાદ અને ખુમારી જ એવી કે, કેરીનું માત્ર ચિત્ર દોર્યું હોય તો, તેની ફરતે પણ કીડીઓ ત્રણ તાળીનો ગરબો ગાતી થઇ જાય..! એટલે તો નવોઢા પહેલ-વહેલી ઘરમાં આવવાની હોય એમ, લોકો કેરીગાળાની કાગડોળે રાહ જોતાં હોય. કેરીગાળામાં ચપટલાલ પણ ચપટો મટીને ગલગોટા જેવો થઇ જાય. ને બેફામ ખાય નાંખી તો, ચકલીમાંથી મરઘો કે, ઉંદરડી માંથી હાથણ પણ થઇ જાય..! કેટલી ખાધી એના ઉપર બધું છે., બાકી કહેવાય નહિ જીરૂમાંથી જિરાફ પણ થઇ જાય..! આ વરસે અંબાલાલની એવી આગાહી ફૂંકાય કે, કેરીના છૂંદાને મારો ગોળી, રસિયાઓનો છૂંદો કરી નાંખ્યો..! સવારે ચોમાસું-બપોરે ઉનાળો ને સાંજે