નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ કે નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત્ય અવતાર. રાજા સત્યવ્રત ના આહવાનથી ભગવાન નારાયણ મસ્ત્ય અવતાર રૂપે પ્રજાની સુરક્ષા હેતુ આવે છે. એક બાજુ નારાયણ પ્રજાની રક્ષા કરે તો બીજી બાજુ અસુરો વેદોને નષ્ટ કરવા જઈ રહ્યાં છે. નારાયણ ધર્મ સંકટમાં આવી ગયા. પ્રજાની રક્ષા કરવી કે વેદો બચાવવા. ત્યારે માં લક્ષી એનો સાથ આપે છે, અને વેદો ની રક્ષા માં લક્ષ્મી કરે છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ માં લક્ષ્મીએ ભગવાન શ્રી