ધૂલો તો હરખપદૂડો (DTH) - 23

  • 1.5k
  • 770

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૩આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. આ મીટિંગમાં પહેલાં થનાર સાસુ તથા બાદમાં અમિતના વલણથી તારામાસી આ સંબંધ પર ચોકડી મારવા મજબૂર થઈ ગયાં. હવે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે નજર એમની જ્ઞાતિ તરફ દોડાવી. એમણે સોર્ટ લિસ્ટ કરેલી લગ્નોત્સુક સાત છોકરીઓમાંથી ત્રણ કુંવારી હતી એમના વિશે વ્યવસ્થિત તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મી રસિલાબેનને સોંપી દીધી. હવે આગળ...પિતલી પલટવારની મમ્મી રસિલાબેન એમને સોંપવામાં આવેલ ત્રણ છોકરીઓમાંથી બે, જે સગી બહેનો હતી, એમને પહેલાંથી ઓળખતાં હતાં. આ અલ્પા અને જલ્પા, એમના માતાપિતાના જૂના ઝઘડા અને ત્યારબાદ બાદ ચાલી