પ્રણય પરિણય - ભાગ 58

(26)
  • 4.1k
  • 4
  • 2.6k

પ્રણય પરિણય ભાગ ૫૮વિવાન અને સમાઈરાને આ રીતે જોઈને ગઝલને ગેરસમજ થશે એવા ડરથી રઘુ તેની તરફ જતો જ હતો કે ગઝલ પીઠ ફેરવીને ચાલતી થઈ. એ પણ તેની પાછળ ગયો. ગઝલ આંસુ લૂછતી હોસ્પિટલની બહાર આવી.'ભાભી..' રઘુએ અવાજ દીધો. ગઝલ અટકી. 'ભાભી.. કાવ્યાનું ઓપરેશન સકસેસ થયું એટલે ભાઈએ સમાઈરાને..' રઘુ બોલતો હતો ત્યાં ગઝલ તેના તરફ ફરી.'ખૂબ સરસ.. કાવ્યાબેન હવે જલ્દી સાજા થઈ જશે.' ગઝલ એક મ્લાન સ્મિત કરીને બોલી.'હાં.' રઘુ આંખો લૂછતાં બોલ્યો. ગઝલ ફરીથી જવા માટે વળી.'ભાભી, તમે કઇ બાજુ જાઓ છો?' રઘુએ પૂછ્યું.'ઘરે.' ગઝલએ કહ્યુ.'ચાલો હું મૂકી જાઉં છું.''ના, હું જતી રહીશ.' ગઝલ બોલી એટલામાં સામેથી