(૫૫) અંતિમ નિર્ણય મેવાડમા સૂર્યોદય થઈ ચુક્યો હતો. દિન પ્રતિદિન એના કિરણોમાં ગરમી આવતી જતી હતી. નવા મહારાણા પ્રતાપસિંહ સૈનિક તૈયારીની સાથે સાથે રાજ્યની આંતરીક વ્યવસ્થા પણ ફરીથી ગોઠવવામાં મગ્ન થઈ ગયા હતા. રાજા બિરબલ ઘણાં વર્ષો સુધી આંબેરમાં રહ્યા હતા. તે વખતે મેવાડની પરમ વિભૂતિ મીરાંબાઇ ગુપ્તવેશે ત્યાં એકાંત વાસ સેવી રહ્યાં હતા તેમનું એક સ્વપ્ન હતુ. આ દેશમાં બધાંએ મળી લડાઇને દેશવટો આપવો. હવે જ્યારે મુસ્લીમોએ આ દેશના વતની તરીકે અહીંની માટી સાથે જન્મમરણનો નાતો બાંધ્યો છે ત્યારે સમન્વયની ભાવનાનો વિકાસ થવો જોઇએ. મહાન સંત મીરાંબાઇનાં આ અવપ્નને રાજા બીરબલે પોતાના હૈયામાં કંડારેલું હતુ. એ મેવાડના રાજવંશી તેજને