ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 54

  • 1.4k
  • 744

 બાદશાહ અકબર અને અબુલ ફઝલ સમ્રાટ અકબરનું શાસન ચાલતું હતું. ત્યારે ઇસ્લામ ધર્મીઓમાં “ઇમામે મહદી” ના સિદ્ધાંત અનુસાર મોટી હલચલ ચાલતી હતી. આ સિદ્ધાંતમાં માનનારા લોકોના વિશ્વાસ હતો કે, મહંમદ પૈગંબર સાહેબના એક હજાર વર્ષ બાદ એક નવા ઇમામે-મહદી પ્રકટ થશે. જે ઇસ્લામ ધર્મને એના મૂળ સ્વરૂપે સ્થાપિત કરશે. વિકૃતિઓ દૂર કરશે. આ હજાર વર્ષની અંતિમ શતાબ્ધીનો દીર્ઘ સમય શહેનશાહ અકબરના શાસનકાળમાં જ પુર થતો હતો. આથી લોકો ગંભીરતાથી વિચારતા હતા કે, ઇમામે-મહદી ક્યાં અને કેવા સ્વરૂપે જન્મ લેશે. એવું બન્યું હતુ કે, આ ધાર્મિક માન્યતાઓનો લાભ લઈને ઘણાં લોકો આગળ આવ્યા હતા જેઓ પોતાને ઇમાએ- મહદી તરીકે ઓળખાવીને પોતાના