ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 53

  • 1.9k
  • 978

વીર પૂંજાજી   ઉંચા ઉંચા પહાડોની વચમાં આવેલી ખીણમાંથે ઘોડેસવારો પસાર થઈ રહ્યા હતા. સૌ સવારો કદાવર છે. ઘોડાઓ કદાવર છે. આ ઘોડે સવારો મહારાણા પ્રતાપસિંહના આદેશથી પાનખા ગામે ભીલરાજા પૂંજાજી પાસે જઈ રહ્યા હતા. એક યુવાન લાગતો ઘોડેસવાર સરદાર ગુલાબસિંહ છે. જેના પિતા અઢળક સંપત્તિમાં આળોટતા જમીનદાર છે પરંતુ ગુલાબસિંહ દેશભક્ત યુવાન છે. મહારાણા પ્રતાપના અંગરક્ષક તરીકે તેણે પોતાને સમર્પિત કરી દીધો છે. એની લગોલગ કંઇક અંશે ભયંકર ચહેરો ધરાવતો દાઢીધારી પ્રૌઢ વયનો ઘોડેસવાર છે. કાલુસિંહ એણે એના સાથીઓ સાથે થોડા સમય પહેલાં જ ડાકૂગીરી છોડી દીધી છે. પાછળ એના સાથીઓ છે. સૌથી આગળના બે ઘોડેસવારો વાતોમાં મશગુલ છે.