મહારાણા પ્રતાપ અને રાજા ટોડરમલ. રાજા ટોડરમલ : મોગલ સામ્રાજ્યની અનોખી વિભૂતિ અકબર રાજપૂતોને મિત્ર બનાવી મોગલ સામ્રાજ્યને મજબૂત બનાવવા માંગતો હતો. મેવાડના મહારાણાઓ સ્વતંત્રાનો ઝંડો લઈને ઝઝૂમતા હતા. અકબરશાહ મહારાણા પ્રતાપસિંહને મંત્રણામાં જ જીતી લેવા માંગતા હતા, કારણ કે, રાજપૂતાના અરવલ્લી પર્વતના પ્રદેશમાં મોગલસેના મેવાડી વીરોને ખતમ કરી શકે એમ ન હતી. બાદશાહ અકબરના ત્રણ સમર્થ રાજદૂતો જલાલુદીન કોરચી, રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસ મહારાણા સાથે મંત્રણા કરી ગયા. ચાલાક મહારાણાએ આ ત્રણે મહાનુભવોને કોઠું ન આપ્યું. અકબરશાહ મુંઝાયા. મેવાડી મહારાણાને સમજાવવા કોને મોકલવો? રહીમ ખાનખાનાનનું નામ યાદ આવ્યું પરંતુ તે હસ્યા. કવિ રહીમ પાછો