ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 51

  • 2.1k
  • 1k

 રાજા ભગવાનદાસ મેવાડમાં          આમેરના રાજા ભારમલ ઉર્કે બિહારીમલના પુત્રનું નામ ભગવાનદાસ. મોગલ સામ્રાજ્યના શહેનશાહ અકબરની મુખ્ય બેગમ જોધાબાઇ આમેરની રાજકુમારી અને રાજા બિહારીમલની પુત્રી હતી. ઇ.સ. ૧૫૬૨માં તેના લગ્ન થયા.          ભગવાનદાસ વીર, ધીર અને સુયોગ્ય યુવાન હતો. બાદશાહે એને પોતાના લશ્કરમાં મોટો ‘મનસબદાર’ બનાવ્યો અને ‘રાજા’ની પદવી આપી. રાજા ભગવાનદાસે પણ તન, મનથી બાદશાહની સેવા કરી. એની આગેવાની હેઠળ જ ચિત્તોડગઢ, રણથંભોર, જોધપુર, મેડતા વગેરે રાજપુતાના રાજ્યો મોગલ સામ્રાજ્યમાં વિલીન થયા હતા. રાજા ભગવાનદાસ મોગલ સામ્રાજ્યના એક મજબૂત અને અભિન્ન અંગ ગણાતા હતા.          તેમનો પુત્ર જે પણ એક ‘મનસબદાર’ હતો અને ‘રાજા’ ની પદવી ધરાવતો હતો. જે