વિસામો.. 12

  • 2.2k
  • 3
  • 1.3k

~~~~~~~ વિસામો - 12 -  ~~~~~~~   વિશાલે એનું કપાળ ચૂમતા કહ્યું,..  "પહેલા ખબર હોત કે આટલું મીઠું બોલે છે તો .. " "તો પરણી ગયો હોત બચપનમાં જ,..  માં ની સામે,.. ખબર છે મને,.. " વિશાલની વાત કાપતા આસ્થા બોલી ઉઠી, અને એની સામે જોયું,.. શરમાયા વિના,..  વિશાલ સાફ જોઈ શકતો હતો, કે હવે આસ્થા નહિ - આસ્થાની આંખો બોલી રહી હતી,.. "હજી ક્યાં મોડું થયું છે ?"   બન્ને સમજતા હતા, એક પણ ક્ષણ વેડફવી અત્યારે પોષાય તેમ નથી તેમ છતાં, ક્યાંય સુધી આખા ઘરમાં  મૌન પથરાયેલું રહ્યું,.     વિશાલ દ્રવી ઉઠ્યો,..  એને થયું પ્રભાત સાચું જ કહેતો હતો,.. એ જાણતો હતો કે એક