સપ્ત-કોણ...? - 2

  • 2.8k
  • 1
  • 1.9k

ભાગ - ૨"એ આવી રહ્યો છે. .. એ...એ... પાછો આવી રહ્યો છે. .." કહેતા રઘુકાકા લોનમાં ગોઠવેલી બેન્ચ પર ફસડાઈ પડ્યા અને ખભે રહેલા ગમછા વડે કપાળે વળેલો પરસેવો લુછવા લાગ્યા પણ એ પરસેવાના ઉતરેલા રેલા એમની છાતી વીંધીને હૃદય સોંસરવા ઉતરી અંદર ને અંદર વલોવાઈ રહ્યા હતા અને એની જ અકળામણ અને અજંપો એમના ચહેરા પર છવાયેલા ભયમાં ડોકાઈ રહ્યો હતો. . @@@@સાઈઠ પાર કરી ચૂકેલા રઘુકાકા આ હવેલીનો એક વણકહ્યો હિસ્સો હતા. માત્ર અગિયાર વરસની અણસમજુ ઉંમરે માં બાપને ગુમાવ્યા બાદ કાકાની આંગળી પકડી વેરાવળથી જામનગર આવી આ હવેલીની ચાકરીમાં લાગી ગયા હતા. એ ઘડી ને આજનો દીવસ,