જગતથી ભગત તરફની ગતિ

  • 3.4k
  • 1.3k

*જગતથી ભગત તરફ ની ગતિ* _____________________ગુરુપૂર્ણિમા નિમિત્તે લખાયેલો લેખ.....……...............પહેલા ષટરિપુ થી યુદ્ધપછી જ બનીએ બુદ્ધ(બાપુજીની બુદ્ધત્વ યાત્રા)***********************માત પિતા ગુરુ પ્રભુ કી બાની બિન્હુ વિચાર કરહિ શુભ જાનીબાલકાંડ ચોપાઈ.......માતા પિતા ને ગુરુની શ્રેણીમાં ગણવામાં આવે છે.આજે ગુરુપૂર્ણિમા .ગુરુનો મહિમા ગાઇને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ ત્યારે મારા પરમ પૂજ્ય સ્વ.પિતાશ્રી કે જેવો દેવશીભગતના નામથી ઓળખાતા.જીવનના અનેક ચડાવ ઉતાર જોઈને દેવશીભાઇમાંથી દેવશીભગત બન્યા.ભગતનું બિરુદ એમને એમ નથી મળતું.જગત તમારા પર ધોવાય એટલા માછલાં ધોઈને પછી ભગત નામ પર સિક્કો મારે છે.મારા બાપુજીનું પણ કઈક આવું જ.મૂળ તો ખેતીનો વ્યવસાય પણ આકાશી ખેતી થઈ ત્યાં સુધી કરી.પણ સમય જતાં વરસાદ અનિયમિત એટલે કુટુંબનું ભરણપોષણ