ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 48

  • 1.7k
  • 910

મોગલ દરબારમાં શક્તિસિંહ           કુંવર શક્તિસિંહ આયડના જંગલ માંથી વિખૂટો પડ્યો. પછી પોતાના અંગરક્ષકો અને પરિવાર સાથે તેણે મેવાડ છોડ્યું.        મહારાણાએ મને ઘાસના તણખલાની માફક ઉખાડીને ફેંકી દીધો. રાજપૂતનાના લોકો પર મહારાણાનું એટલું ઘેલું છે કે, તેઓનો મિત્ર સૌનો મિત્ર બની જાય છે. અને તેઓનો દુશ્મન સૌનો દુશ્મન બની જાય છે. રાજપૂતાનાની ધરતીમાં મારા માટે ટીપુંય પ્રેમ ન રહ્યો. હવે શક્તિની કદર રાજપૂતાનાનાકોઈ રાજ્યમાં થાય જ નહિ. હવે હું કયાં જઈશ ?        શક્તિસિંહ દ્વિધામાં પડી ગયો. પોતાના ધર્મની, માનની, મર્યાદાની રક્ષા થાય અને પોતે યોગ્ય મોભો મેળવે એવું સ્થાન ક્યાં ? રાજપૂતાનામાં અંબર, જોધપુર ખરાં પરંતુ એ મોગલ