ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 47

  • 1.7k
  • 886

 રાજા માનસિંહની મનોવ્યથા      યુવાની દીવાની હોય છે. હું અંબરનરેશનો કુંવર, હું રાજપૂતાનામાં એક મહાન રાજ્યનો, આભિજાત્ય કુળમાં  જન્મેલો યુવક, મારા પૂર્વજો ઈક્ષ્વાકુ ,ભાગીરથ , સગર  અને રામ જેવા પ્રતાપી તથા મહિમાવંત. આમ વિચારો તો મેવાડનો ગુહિલોત વંશ અને અંબરનો કછવાહા વંશ , એક જ વૃક્ષની બે ડાળીઓ જેવા. એકનો આદિપુરુષ લવ , બીજાનો આદિપુરુષ કુશ.      સમયની બલિહારી છે ને ! રામ માટે ભરત, લક્ષ્મણ અને શત્રુધ્ન પણ પ્રાણ પાથરતા. જ્યારે મારે મહારાણા પ્રતાપની સામે ,યુધ્ધને મોરચે મોગલસેના દોરવાની.      પ્રતાપ સમયને પોતાની સાથે ચલાવવા ઈચ્છે છે જ્યારે હું સમયની સાથે ચાલવા ઈચ્છું. આ દેશની સમૃધ્ધિ માટે અમે