સહોદર નો સંઘર્ષ રાજપુતાનાના મેવાડ પ્રદેશમાં આવેલા આયડના જંગલો મેવાડપતિના શિકાર શોખ માટે ઉત્તમ સ્થળ હતું. મેવાડ નરેશ જ્યારે જ્યારે મનનો થાક ઉતારવા ઈચ્છતા ત્યારે ત્યારે આયડન જંગલો એમને શિકાર માટે આમંત્રણ આપતા. એક વખતે પોતાના સરદારો સાથે મહારાણા પ્રતાપસિંહ આયડન જંગલોમાં શિકારે આવ્યા. એ વસંતઋતુ હતી. અને અહડિયા નો ઉત્સવ હતો. શિકારની શોધમાં સર્વે વિખરાઈ ગયા. ગીચ જંગલમાં , બે મહાબલી , વીરપુરુષો ઘોડેસવાર થઈને પસાર થઈ રહ્યા હતા. તેઓએ શિકારીનો વેશ પરિધાન કર્યો હતો. પરંતુ મુખમુદ્રા પરથી રાજવંશી લગતા હતા. આ વીરનરો રામ-લક્ષ્મણ ની જેમ શોભતા હતા. તેઓ હતા મહારાણા પ્રતાપ અને કુંવર શક્તિસિંહ.