લક્ષ્મી બા જરા આગળ નીકળ્યા એટલે ધીમંત શેઠે અપેક્ષાને એક મિનિટ માટે રોકી લીધી અપેક્ષા ડ્રાઈવર સાઈડની બારી ઉપર હાથ મૂકીને ઉભી હતી ધીમંત શેઠે તેના હાથ ચૂમી લીધાં આ સૌથી પહેલું અને મીઠું ચુંબન હતું... બંનેની નજર એક થઇ ધીમંત શેઠે હળવેથી અપેક્ષાને "આઈ લવ યુ, ડાર્લિંગ" કહ્યું અને તે તેમજ અપેક્ષા બંને જાણે ભાવવિભોર બની ગયા અને પ્રેમની નદીમાં તણાઈ ગયા.. "કાલે મળીએ.. બાય.." કહીને અપેક્ષા રોમાંચભરી તોફાની અદામાં પોતાના ઘર તરફ આગળ વધી... અને ધીમંત શેઠ મંત્ર મુગ્ધ થઈને જાણે પોતાની અપેક્ષાને જતાં જોઈ રહ્યા...બંને પોત પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા.લક્ષ્મીબાને આજે નિરાંતની ઉંઘ આવી હતી પરંતુ