ધૂલો તો હરખપદૂડો (DTH) - 21

  • 1.5k
  • 750

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૧આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. આ મીટિંગમાં થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી ખેલો કરી નાખ્યો. અકલ્પ્ય રીતે મીનામાસીના આવા વલણથી પિડીત તારામાસી ત્યાંથી ભાગી છૂટી. કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એનો પીછો કરી એને સમજાવીને પાછી ત્યાં લઈ આવ્યા. હવે આગળ...સધકી સંધિવાતે એક ખોંખારો ખાધો પણ અમિતનું ધ્યાન એની માતા તરફ જ કેન્દ્રિત હતુ. એ બોલ્યો, "એ તારાએ એના કોલેજીયન જીવન દરમ્યાનનો ફોટો મોકલી આપણને ભ્રમિત કરવાની નાકામ ચાલ ચાલી હતી. પણ છેતરપીંડી એટલે છેતરપીંડી. એ ડોસલી, કેવી મોઢું સંતાડીને ભાગી, ઊભી પૂંછડીએ નાઠી!