બાદશાહ અકબર અને કુંવર જગમાલ સિરોહીના રાવ સુરતાણસિંહ ને દબાવવા ; -----૧ ------- અશ્વ પર જગમાલ આવ્યો ચાલ્યો જાય છે. મહારાણાજી, જગમાલ મેવાડ છોડી આગ્રા તરફ જઈ રહ્યો છે રાજ્યના ગુપ્તચરે સંદેશો આપ્યો. ક્ષણવારમાં મહારાણા પ્રતાપસિંહએ કંઈક વિચારી લીધું. સાગર, મારી સાથે ચાલ.’ મોડી રાતે, બે અશ્વારોહી ગોગુન્દાથી બહાર પડ્યા. અડધી રાત્રે બંને જગમાલને આંતર્યો. બને બાજુથી જય એકલિંગજીનો નાદ સંભળાયો. “ જગમાલ, ભાઇ ઊભો રહે. જગમાલે પાછળથી આવેલા અવાજને ઓળખ્યો. ‘સાગર, તું આવી પહોંચ્યો.” કહી જગમાલ ઘોડા પરથી ઉતર્યો. “ભાઈ, તમે મેવાડ છોડી રહ્યા છો.” “