દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો રાખી ધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે