સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-104

(56)
  • 3.7k
  • 5
  • 2.3k

આધાત અને અચંબા સાથે સાવીને જોઇ રહ્યો હતો. સાવીની આંખો વિસ્ફારીત થઇ ગઈ એણે સોહમની સામે ટગર ટગર જોયાં કર્યું થોડીવારમાં એનાં ગળામાંતી તરડાયેલો વિચિત્ર અવાજ નીકળ્યો. સોહમને કહ્યું "તારે જાણવું છે ને કે મારું સત્યનાશ પેલાં ચાંડાળે કેવી રીતે કર્યું ? મારું શિયળ કેવી રીતે લૂંટાયુ ? એક સીધી સાદી સંસ્કારી છોકરી કોઠા પર કેવી રીતે પહોંચી ગઇ ? એ ઘાતકી નીચ વિજયરાવે મારાં ભાઇને નોકરી અપાવી દાવ મારેલો... એણે મને દાણાં નાખવા ચાલૂ કરી દીધાં હતાં. “ પીનાકીન પાલિકામાં નોકરીએ લાગી ગયો પરંતુ વિજયરાવની પાર્ટીનો અગ્રણી કાર્યકર્તા.... વિજયરાવનાં હાથમાં પાલિકાનું ખાતું હતું.... જે બધું "ખાતું" જ હતું. વિજયવરાવને