ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 13

  • 2.2k
  • 1.2k

સ્વપ્નસુંદરીના ગયા પછી હું થોડીવાર તો કેન્ટીનમાં જ બેસી રહ્યો. મને ખ્યાલ નહોતો આવી રહ્યો કે મેં જે કર્યું છે તે યોગ્ય છે કે નહીં. છતાં હવે મેં હા તો પાડી દીધી હતી એટલે આ જ રસ્તા પર આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો.અંતે હું ઉભો થયો અને કેન્ટીન માંથી બહાર નીકળ્યો. બહાર આખી ટોળકી મારી રાહ જોઈ રહી હતી. મારું સ્વાગત એવી રીતે કરવામાં આવ્યું કે જાણે કોઈ શૂરવીર યોદ્ધા કોઈ મોટો જંગ જીતીને આવ્યો હોય!"જંગ જીત્યો રે મારો વાણિયો!" સૌરભ હર્ષના અતિરેકમાં બૂમ પાડી."કાણીયો" મેં કહ્યું."શું?"સૌરભ ગૂંચવાયો."સાચી કહેવત છે જંગ જીત્યો રે મારો કાણીયો." મેં કહ્યું.