સ્વપ્નસુંદરીએ જ્યારે મને કેન્ટીનમાં સાથે બેસીને વાત કરવા માટેનું સૂચન આપ્યું હતું ત્યારે મારા મનમાં અચાનક ઉત્સાહ જાગ્રત થઈ ગયો હતો. મને એવું લાગવા માંડ્યું હતું કે મારી પ્રેમ કહાની સફળ થઈ જશે. મારા મનમાં ફક્ત બે જ શક્યતાઓ હતી કાં તો મારા પ્રેમનો સ્વીકાર થાય નહીં તો નકારવામાં આવે. પણ સ્વપ્નસુંદરીએ જે પ્રસ્તાવ મૂક્યો હતો તે તો કલ્પનાતીત હતો.મેં જ્યારે કોઈ ઉત્તર ન વાળ્યો ત્યારે સ્વપ્નસુંદરીએ ફરી પૂછ્યું,"તો શું વિચાર છે તારો?""તને નથી લાગતું કે આ એક છળ કહેવાય?" મેં કહ્યું."હા.આને છળ જ કહેવાય.સ્વપ્નસુંદરીએ સરળતાથી સ્વીકાર કર્યો."ઠીક છે. એકવાર સ્વીકારી લઈએ કે આપણે આ પ્રપંચ ચાલુ કર્યો.પણ પછી આપણું