મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 4

  • 3.6k
  • 2k

પ્રકરણ ૪કવિતા ભાનમાં આવી અને આંખો ખોલી છે એની જાણ થતાં જ વસંતભાઈ સીધા એની પાસે જવા દોડ્યા. ઉચાટ, ગુસ્સો, ફરિયાદ બધું જ મનનાં કોઈ ખૂણે ધરબાઈ ગયું અને પિતૃવાત્સલ્ય અશ્રુરૂપે છલકાઈ ગયું.કવિતાએ અશ્રુ ભરેલી આંખે હોઠ ફફડાવ્યાં પણ એને ગળે વાગેલા ઘામાં અતિશય દુઃખી આવ્યું અને આંસુ સરી પડ્યાં. એ અવિરત વહેતાં આંસુ ઘણું બધું કહેવા માંગતા હતાં. ઘણીબધી લાગણીઓની મિશ્ર અભિવ્યક્તિ એ આંસુઓના ધસમસતા પ્રવાહ સાથે વહી રહી હતી. વસંતભાઈએ દીકરીની આંખો લૂછતાં કહ્યું, " બધું સારું થઈ જશે ચિંતા ન કરતી. તારી મમ્મી પણ આવી છે એ સોનુ સાથે ઘરે છે. હું જઈશ પછી એને તારી પાસે