રેશમી ડંખ - 15

(35)
  • 4.2k
  • 2
  • 2.8k

15 મુંબઈ-પંચગીની વચ્ચે આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસ પર, વનરાજ વેનમાંથી ઊતર્યો એ પછી રાજવીરે વેનના દરવાજાને લૉક લગાવી દીધા હતા. ચાલીસ કરોડ રૂપિયાના હીરા અને દસ કરોડ રૂપિયા રોકડા તેણે વેનમાં જ રહેવા દીધા હતા અને વેનની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. અત્યારે વનરાજ બે હાથ અદ્ધર કરીને ફાર્મહાઉસ તરફ તો ઊભો હતો, ને રાજવીર વનરાજની પીઠ પાછળ-વનરાજ તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખીને ઊભો હતો. રાજવીર ફાર્મહાઉસ તરફ જોઈ રહ્યો હતો. થોડાક કલાક પહેલાં રાજવીર આ ફાર્મહાઉસનું નિરિક્ષણ કરવા આવ્યો, ત્યારે પણ ફાર્મહાઉસ સૂમસામ દેખાતું હતું ને અત્યારે પણ આ ફાર્મહાઉસ સૂનું જ ભાસતું હતું. અત્યારે અંદર કૈલાસકપૂરના બે આદમીઓ,